ભારતની પેરા બેડમિન્ટલ ટીમના મેડાલિસ્ટને મળ્યા 1.82 કરોડ ઇનામી રકમ

28 August, 2019 03:15 PM IST  |  Mumbai

ભારતની પેરા બેડમિન્ટલ ટીમના મેડાલિસ્ટને મળ્યા 1.82 કરોડ ઇનામી રકમ

ભારતી પેરા બેડમિન્ટન ટીમ

Mumbai : ભારત છેલ્લા ઘણા સમયથી રમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હાલમાં જ પીવી સિન્ધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તો ત્યાર બાદ પેરા બેડમિન્ટનની ટીમ પણ પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 12 મેડલો જીત્યા હતા. જેના પગલે બેડમિન્ટની પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલિસ્ટ ખેલાડીઓને 1.82 કરોડ રૂપિયા પ્રાઈઝ મની મળી હતી. મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પેરા પ્લેયર્સને અભિનંદન આપ્યા હતા.


પેરા બેડમિન્ટન ટીમને PM મોદીએ આપ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘130 કરોડ ભારતીયોને પેરા બેડમિંટન ટીમ પર ખૂબ ગર્વ છે.ટીમે બીડબ્લ્યુએફ પેરા વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ 2019 માં 12 મેડલ જીત્યા હતા. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની સફળતા ખૂબ જ પ્રોત્સાહક અને પ્રેરણાદાયક છે. આ દરેક ખેલાડી અપવાદરૂપ છે.


આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

પેરા એથ્લિટની ઇનામી રકમની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે
પેરા એથ્લિટોની પોલિસીમાં ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી તેમને વધુ પ્રાઈઝ મની મળી શકે. આ પોલિસી હેઠળ, ખેલાડીઓને ટૂર્નામેન્ટ બાદ ભારત પરત આવવાના દિવસે જ ઈનામ અપાશે. સિંગ્લસમાં ગોલ્ડ મેડલિસ્ટને 20 લાખ, સિલ્વર મેડલિસ્ટને 14 લાખ, બ્રોન્ઝ મેડલિસ્ટને 8 લાખ રૂપિયા મળ્યા. ડબલ્સમાં ગોલ્ડ મેડલિસ્ટને 15 લાખ, સિલ્વર મેડલિસ્ટને 10.5 લાખ મળ્યા.

badminton news sports news