ભારતે કોચ પર વધુ ધ્યાન દેવાની જરૂર છે : ગોપીચંદ

28 August, 2019 05:00 PM IST  |  Mumbai

ભારતે કોચ પર વધુ ધ્યાન દેવાની જરૂર છે : ગોપીચંદ

કોચ ગોપીચંદ પીવી સિન્ધુ સાથે

Mumbai : ભારતમાં રમત ક્ષેત્રે ઘણી પ્રગતી થઇ રહી છે. બેડમિન્ટમાં સાઈના નેહવાલથી  ભારતમાં બેડમિન્ટન રમતને લોકો વધુ પસંદ કરવા લાગ્યા છે. ત્યાર બાદ પીવી સિન્ધુએ સમગ્ર દેશનું ધ્યાન ભારત તરફ ખેચ્યું છે. હાલમાં જપીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે. પુરો દેશ તેની ઉજવણી કરી રહ્યું છે.પણ રાષ્ટ્રીય બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદને લાગે છે કે દેશમાં કોચમાં પૂરતું ઇન્વેસ્ટમેન્ટ ન થયું હોવાથી ભવિષ્યને લઈને ચિંતા કરવાનાં કારણો છે.


વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી પીવી સિન્ધુએ ઇતિહાસ રચ્યો હતો
ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પીવી સિન્ધુએ હાલમાં જ રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જાપાનની ઓકુહારાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે ભારત તરફથી પેહલીવાર ગોલ્ડ મેડલ જીતનારી ખેલાડી બની હતી. પણ તેના કોચ અને ભારતના પુર્વ સ્ટાર ખેલાડી એવા પુલ્લેલાગોપીચંદને લાગે છે કે દેશને એ હકીકત પર જાગૃત થવાની જરૂર છે કે જે નવી પ્રતિભા સામે આવે છે તે સંભાળવા માટે પૂરતા કોચ નથી.



કોચમાં પુરતુ રોકાણ કરવાની જરૂર, જેથી દેશને સારા ખેલાડી મળી શકે : ગોપીચંદ
એક પ્રેસ કોન્ફરન્સમાં ગોપીચંદે કહ્યું કે, આપણે કોચમાં પૂરતું રોકાણ કર્યું નથી. દ્રોણાચાર્યનો એવોર્ડ મેળવનાર ગોપીચંદને ફક્ત સિંધુ જ નહીં, પણ સાયના નેહવાલ અને કે શ્રીકાંતને સહિત અન્ય ખેલાડીઓ માટેનો શ્રેય પણ આપવામાં આવે છે. તેમણે કહ્યું, "ક્વોલિટી કોચ બનાવવાની બાબતમાં આપણી પાસે ખરેખર મોટી શૂન્યાવકાશ છે અને તે કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત નથી. તે ઇકોસિસ્ટમનો મુદ્દો છે. તેથી, આ અંતરને દૂર કરવા આપણે વધુ સખત મહેનત કરવાની જરૂર છે.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

ગોપીચંદે કહ્યું કે, જોકે કેટલાક વિદેશી કોચ જેમ કે દક્ષિણ કોરિયન કિમ જી-હ્યુન બોર્ડમાં છે, તેમ છતાં, આવનારી પ્રતિભાને પૂરતો ન્યાય મળે તે માટે વધુને વધુ કોચની જરૂર છે. તેમણે કહ્યું કે લિન ડેન જેવા અનુભવી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેની મેચ માટે વધુ કોચની વ્યૂહરચના જરૂરી છે. "અમારી જનરેશનના ખેલાડીઓએ તે પ્રાપ્ત કર્યું નથી. આશા છે કે, જ્યારે આ જનરેશનના ખેલાડીઓ નિવૃત્ત થાય ત્યારે કોચ તરીકે પાછા ફરે અને આપણે ખરેખરમાં જરૂરી નંબરો મેળવીયે જે જરૂરી છે.



આ એક મોટી સમસ્યા છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે
ગોપીચંદે વધુ ઉમેરતા કહ્યું કે, "આ બહુ મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવાની જરૂર છે. આપણે તેના વિશે વાત કરવાની અને સામૂહિક રીતે જવાબ શોધવાની જરૂર છે.

badminton news pv sindhu sports news