23 September, 2026 12:32 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
સ્પોર્ટ સ્ટાફ સાથે ભારતની મેન્સ બૅડ્મિન્ટન ટીમ.
ભારતે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં જપાન સામે ૩-૦થી જીત મેળવીને એશિયન ગેમ્સ 2026 મેન્સ બૅડ્મિન્ટન ટીમ ઇવેન્ટની સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો અને મેડલ નિશ્ચિત છે.
આજે રમાનારી સેમી-ફાઇનલમાં ભારતનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સાથે થશે. પહેલી વખત ભારતીય મેન્સ ટીમ બૅક-ટુ-બૅક પોડિયમ ફિનિશ કરશે. છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ૧૯૬૨માં ભારતે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
મહિલા ટીમ સતત ચોથી એશિયન ગેમ્સ ક્વૉર્ટર ફાઇનલમાં યજમાન દેશ જપાન સામે ૧-૩થી હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. મહિલા ટીમે ૧૯૮૨ અને ૨૦૧૪માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.