20 August, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિલાઓના મુકાબલાઓમાં ભારતીય ટીમ આજે (સાંજે ૬.૩૦ વાગ્યે) ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.
નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે ગઈ કાલે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં દબદબો જાણવી રાખીને એને ૫-૩થી હરાવી દીધું હતું. ૮ વર્ષ બાદ કટ્ટર હરીફો વચ્ચેની વર્લ્ડ કપ ટક્કરમાં ૦-૩થી પાછળ પડ્યા બાદ પાકિસ્તાને બે મિનિટમાં બે ગોલ કરીને કમબૅક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં વધુ બે ગૉલ ફટકારીને જીત નિશ્ચિત કરી નાખી હતી. આ જીત સાથે ગ્રુપ-ટૉપર ઇંગ્લૅન્ડ સાથે ભારત પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયું છે.