✕

ઝિમ્બાબ્વે સામે ૧૩૭ બૉલ બાકી રાખીને પહેલી વન-ડે મૅચ જીતી ભારતીય મહિલાઓએ

24 October, 2026 11:29 AM IST  |  Baroda | Gujarati Mid-day Correspondent

૧૯૮ રનનો ટાર્ગેટ ૨૭.૧ ઓવરમાં ૨૦૦-૧નો સ્કોર કરીને ચેઝ કર્યો, પ્રતીકા રાવલે ત્રીજી વન-ડે સદી ફટકારીને જીત અપાવી.

વન-ડે મૅચ જીતી ભારતીય મહિલા

બરોડામાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ભારતે ૯ વિકેટની જીત સાથે વિજયી શરૂઆત કરી હતી. રેગ્યુલર કૅપ્ટન વગર ભારત સામે પહેલી વખત વન-ડે રમવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમે ૪૯.૫ ઓવરમાં ૧૯૭-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે ૨૭.૧ ઓવરમાં ઓપનર પ્રતીકા રાવલે ૧૦૪.૧૭ના સ્ટ્રાઇક-રેટથી ફટકારેલી સદીના આધારે ૨૦૦-૧નો સ્કોર કરીને ૧૩૭ બૉલ બાકી રાખીને મૅચ જીતી હતી. 

૮ મહિના પછી ભારત વન-ડે ફૉર્મેટ રમવા ઊતર્યું હતું. નવેમ્બર ૨૦૨૫માં વર્લ્ડ કપ જીત્યા પછી ભારતને ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૦-૩થી હાર મળી હતી.
ભારત તરફથી સ્પિનર શ્રી ચરણીએ ૨૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ક્રાન્તિ ગૌડને ૩ વિકેટ, દીપ્તિ શર્માને ૨ વિકેટ અને શફાલી વર્માને ૧ વિકેટ મળી હતી. 

ભારતને ૧૫.૩ ઓવરમાં ૯૪ રનની ઓપનિંગ ભાગીદારી સાથે રન-ચેઝની શરૂ કરી હતી. પ્રતીકા રાવલે ૧૫ ફોરની મદદથી ૯૬ બૉલમાં અણનમ ૧૦૦ રન કરીને ત્રીજી વન-ડે સેન્ચુરી નોંધાવીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. અન્ય ઓપનર અને કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૩૪ બૉલમાં ૩૨ રન કર્યા હતા. ત્રીજા ક્રમે બૅટિંગ કરીને શફાલી વર્માએ પાંચ ફોર, ૪ સિક્સની મદદથી નૉટ આઉટ રહીને ૬૪ રન કર્યા હતા.

ભારત માટે વન-ડેમાં સૌથી વધુ 1979 રનની ભાગીદારી કરી ૨૭ ઇનિંગ્સમાં. સ્મૃતિ-પ્રતીકાએ. હરમન અને મિતાલીનો ૫૬ ઇનિંગ્સમાં ૧૮૭૮ રનનો રેકૉર્ડ તોડ્યો.

indian cricket team team india one day international odi smriti mandhana sports news sports baroda indian womens cricket team shree charani