પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૩૮ રનથી હરાવ્યું

27 July, 2021 05:22 PM IST  |  Mumbai | Agency

શ્રીલંકાએ શરૂઆત સારી કરી હતી, પંરતુ ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવતાં ૧૫ ઓવર બાદ ૪ વિકેટે ૧૦૭ રનની સ્થિતિમાં આવી ગયું હતું અને ૧૮.૩ ઓવરમાં કુલ ૧૨૬ રને ઑલઆઉટ થયું હતું.

પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૩૮ રનથી હરાવ્યું

કોલંબોમાં રમાયેલી પહેલી ટી૨૦માં ભારતે શ્રીલંકાને ૩૮ રનથી હરાવ્યું હતું. ભારતે પહેલાં બૅટિંગ કરતાં પાંચ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. ત્યાર બાદ પ્લેયર ઑફ ધ મૅચ રહેલા ભુવનેશ્વર કુમાર (૩.૩ ઓવરમાં બાવીસ રનમાં ‍૪ વિકેટ) અને દીપક ચાહરની (૩ ઓવરમાં ૨૪ રનમાં બે વિકેટ)ની વેધક બોલિંગને કારણે આ સ્કોર પણ શ્રીલંકા માટે બહુ મોટો સાબિત થયો હતો. શ્રીલંકાએ શરૂઆત સારી કરી હતી, પંરતુ ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવતાં ૧૫ ઓવર બાદ ૪ વિકેટે ૧૦૭ રનની સ્થિતિમાં આવી ગયું હતું અને ૧૮.૩ ઓવરમાં કુલ ૧૨૬ રને ઑલઆઉટ થયું હતું. એ પહેલાં સૂર્યકુમાર યાદવે ૩૪ બૉલમાં શાનદાર ૫૦ રન અને શિખર ધવને ૩૬ બૉલમાં ૪૬ રન કર્યા હતા. બીજી ટી૨૦ આજે રમાશે. 

sports news sports