ISSF વર્લ્ડ કપમાં અનુ અને સૌરભે જીત્યો ગોલ્ડ

24 July, 2019 03:09 PM IST  | 

ISSF વર્લ્ડ કપમાં અનુ અને સૌરભે જીત્યો ગોલ્ડ

10 મીટર એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ

દિલ્હીમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં ભારતની મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. મનુ અને સૌરભની જોડીએ ફાઈનલમાં 483.4 પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ જીત્યો હતો. મનુ અને સૌરભના પ્રદર્શને સાબિત કર્યું છે કે, આખરે કેમ બન્ને પ્લેયરને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. ISSF વર્લ્ડકપમાં 5.7 પોઈન્ટના અંતરથી ગોલ્ડ જીત્યો હતો.

આ કોમ્પિટિશનમાં ચીનની રૈનઝિન જિયાંગ અને બોવેન ઝાંગની જોડીએ 477.7 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય કોરિયાની મિનજુંગ કિમ અને દાએહુન પાર્કની જોડીએ 418.8 સ્કોર કર્યો હતો. કિમ અને દાએહુનની જોડી બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યાં હતા.10 મીટર એર પિસ્ટલ ફાયરમાં ભારતનો ત્રીજો ગોલ્ડ છે. આ પહેલા ભારત માટે અપૂર્વી ચંદેલાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

આ પણ વાંચો: પીએમ મોદીએ કર્યું ખેલો ઈન્ડિયા એપનું ઉદ્ધાટન

 

ભારત માટે અંજૂમ મોગદિલ અને રવિ કુમાર પણ 10 મીટર એર રાઈફલમાં જગ્યા બનાવાથી ચુક્યા હતા. બન્નેની જોડી ક્વોલિફિકેશનમાં સાતમાં ક્રમે રહેતા કોમ્પિટિશનથી બહાર થયા હતા.

cricket news