અપગ્રેડેડ ગોલ્ડ મેડલ કોવિડ-19 વૉરિયર્સને સમર્પિત કર્યો હિમા દાસે

26 July, 2020 12:14 PM IST  |  Mumbai Desk | Agencies

અપગ્રેડેડ ગોલ્ડ મેડલ કોવિડ-19 વૉરિયર્સને સમર્પિત કર્યો હિમા દાસે

હિમા દાસ

ભારતની મહિલા દોડવીર હિમા દાસે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં જીતેલો પોતાનો અપગ્રેડેડ ગોલ્ડ મેડલ કોવિડ-19 વૉરિયર્સને સમર્પિત કર્યો છે. આ વિશે હિમા દાસે કહ્યું કે ‘૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪X૪૦૦ મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં જીતેલો મારો ગોલ્ડ મેડલ હું પોલીસ, ડૉક્ટર અને અન્ય કોવિડ-19 વૉરિયર્સને સમર્પિત કરું છું, જેઓ દેશ માટે નિઃસ્વાર્થ ભાવે રાત-દિવસ કામ કરી રહ્યા છે.’
૨૦૧૮ની એશિયન ગેમ્સમાં હિમા દાસ સહિત મોહમ્મદ અનસ, એમ. આર. પુવામ્મા અને અરોકિયા રાજીવ સિલ્વર મેડલ જીત્યા હતા જેને અપગ્રેડેડ કરીને ગોલ્ડ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્લેયર કેમી અદિકોયા ડોપ ટેસ્ટમાં ફેલ થતાં ભારતીય ઍથ્લિટને ફાયદો થયો હતો. ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં હવે ભારતના નામે ૧૬ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૩૧ બ્રૉન્ઝ મેડલ નોંધાયેલા છે.

sports sports news