હિમા દાસે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો, 300 મીટરમાં મારી બાજી

18 August, 2019 08:00 PM IST  | 

હિમા દાસે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો, 300 મીટરમાં મારી બાજી

ભારતીય દોડવીર હિમા દાસ એક પછી એક સિદ્ધી પોતાના નામે કરી જાય છે. યુરોપમાં ગત મહિને એક મહિનામાં હિમા દાસે સતત પાંચ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે ફરી હિમાએ ગોલ્ડન દોડ લગાવી હતી. હિમા દાસ અને મોહમ્મદ અનસે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. બન્ને દોડવીરોએ ચેક રિપબ્લિકમાં એથલેટિક મિટિનેક રીટર સ્પર્ધામાં 300 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અનસે તેના ટ્વિટર એકાઉન્ટ પર ગોલ્ડ મેડલ જીત્યા પછી આ વિશે જાણકારી આપી હચી. આ વર્ષે અર્જુન એવોર્ડ જીતી ચૂકેલા મોહમ્મદ અનસે માત્ર 32.41 સેકેન્ડમાં 300 મીટર રેસ પૂરી કરી હતી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હિમા દાસે પણ 300 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

હિમા દાસે ગોલ્ડ મેડલ જીતવાની માહિતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપી હતી. હિમાએ 2 જુલાઈ પછી યૂરોપમાં આ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમા દાસે જીત્યા પછી ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી હતી. ટ્વીટ કરતા હિમાએ લખ્યું હતું કે, ચેક રિપબ્લિકમાં આજે એથલેટિકી મિટિનેક રીટર 2019માં 300 મીટર સ્પર્ધામાં શીર્ષ પર રહી. આ પહેલા હિમા દાસે માત્ર 1 મહિનાની અંદર 5 ગોલ્ડ મેડલ જીત્યા હતાં.

આ પણ વાંચો: વિરાટ કોહલીના નામે વધુ એક સિધ્ધી, દિલ્હીના મેદાનમાં થશે આ બદલાવ

આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર અનસ આ વર્ષે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડ માટે પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. ચેક રિપબ્લિકમાં યોજાયેલી સ્પર્ધામાં અનસ સિવાય નિર્મલ ટૉમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતુ. ટૉમે 33.03 સેકેન્ડમાં રેસ પૂરી કરી હતી અને ત્રીજા સ્થાને રહ્યો હતો.

sports news gujarati mid-day