જાણો રાજકારણના મેદાનમાં કયા ખેલાડીએ કર્યો કેટલો સ્કોર

24 October, 2019 05:19 PM IST  |  મુંબઈ ડેસ્ક

જાણો રાજકારણના મેદાનમાં કયા ખેલાડીએ કર્યો કેટલો સ્કોર

રમતના મેદાનમાં જોરદાર પ્રદર્શન કરી પ્રસિદ્ધિ મેળવનારા ધુરંધરોની રાજકારણમાં એન્ટ્રી પણ ખૂબ જ ઉત્સાહપ્રેરક છે. કુશ્તીમાં ભારત માટે જબરજસ્ત સફળતા મેળવનાર ઑલ્મિપિલ પદક વિજેતા યોગેશ્વર દત્ત અને કોમનવેલ્થ ગોલ્ડ મેડલ વિનર બબીતા ફોગાટ હરિયાણાની ચૂંટણીમાં પોતાની કિસ્મત આજમાવી રહ્યા છે, જાણીએ રમતના મેદાનમાં જીતના ઝંડા લહેરાવનારા દિગ્ગજો રાજાકરણમાં કેવા રહ્યા.

યોગેશ્વર અને બબીતા પહેલા ક્રિકેટ દિગ્ગજ ગૌતમ ગંભીર, કીર્તિ આઝાદ, મોહમ્મદ અઝહરુદ્દીન, નવજોત સિંહ સિદ્ધુ, મોહમ્મદ કેફ, ચેતન ચૌહાણ, રાજ્યવર્ધન સિંહ, અસલમ શેર ખાન, પરગટ સિંહ, વિજેંદર સિંહ જેવા ધુરંધરો રાજકારણના મેદાનમાં ઉતરી ચૂક્યા છે. કેટલાકની શરૂઆત યાદગાર અને કેટલાકની નિરાશાજનક રહી.

ગૌતમ ગંભીર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ક્રિકેટને અલવિદા કહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા. 2019 લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડનાર ગંભીરે કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીની વિરોધી આતિશી માર્લેના વિરુદ્ધ જબરજસ્ત જીત મેળવી.

રાજ્યવર્ધન સિંહ રાઠોડ
ભારત માટે ઓલંપિક રજત પદક જીતનારા ડબલ ટ્રેપ નિશાનેબાઝ રાજ્યવર્ધને 2013માં રાજકારણમાં પગપેસારો કર્યો. 2014માં લોકસભા ચૂંટણીમાં જયપુર ગ્રામીણ સીટથી તેમણે કોંગ્રેસના ડૉ. સીપી જોશીને હરાવ્યા.

મોહમ્મદ અઝહરુદ્દીન
પૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અત્યાર સુધી બે વાર લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. 2009માં કોંગ્રેસના ટિકીટ પર અઝહરે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી.

નવજોત સિંહ સિદ્ધુ
વર્ષ 2004માં નવજોત સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બીજેપીના ઉમેદવાર બનીને અમૃતસરથી લોકસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવી.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ચેતન ચૌહાણ
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણે વર્ષ 1991માં ભારતીય જનતા પાર્ટીની ટિકીટ પર અમરોહાથી ચૂંટણીમા મેદાનમાં ઊતરીને જીત મેળવી હતી.

gautam gambhir sports news sports