28 November, 2026 02:16 PM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
ડી ગુકેશ અને જવોખિર સિન્દારોવ
સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં મંગળવારથી શરૂ થયેલી વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના ખિતાબી જંગની શરૂઆતની ત્રણેય ગેમ ડ્રૉ રહી હતી. ઉઝબેકિસ્તાનના જવોખિર સિન્દારોવ અને ભારતના વર્તમાન ચૅમ્પિયન ડી. ગુકેશને સરખે ભાગે ૧.૫ પૉઇન્ટ મળ્યા છે. અનુક્રમે ૩૮, ૨૦ અને ૬૦ ચાલમાં ગેમ ડ્રૉ થઈ હતી. દરેક ત્રણ ગેમ પછી પ્લેયર્સને રેસ્ટ ડે મળે છે. ચોથી મૅચ આજે ફરી ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. ૧૨ ડિસેમ્બર સુધીમાં બાકીની ૧૧ ક્લાસિક ચેસ ગેમ રમાશે.