ગર્લ્સ બૅડ્‌મિન્ટનમાં ગુજરાતની તસનીમ નંબર-વન બનનારી પ્રથમ ભારતીય

15 January, 2022 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેણે વર્લ્ડ જુનિયર રૅન્કિંગમાં નંબર-વનનું સ્થાન મેળવીને ગુજરાતને અને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું

તસનીમ મીર

મહેસાણાની ૧૬ વર્ષની તસનીમ મીરે બૅડ્‌મિન્ટનમાં અનેરી સિદ્ધિ મેળવી છે. તેણે વર્લ્ડ જુનિયર રૅન્કિંગમાં નંબર-વનનું સ્થાન મેળવીને ગુજરાતને અને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે. તે અન્ડર-19 ગર્લ્સ સિંગલ્સમાં સર્વોચ્ચ ક્રમાંકિત બની છે. તે આ સિદ્ધિ મેળવનારી ભારતની પ્રથમ બૅડ્મિન્ટન ખેલાડી બની છે.
તાજેતરમાં તે જુનિયર ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ જીતી હતી. તે ગયા વર્ષે ત્રણ સ્પર્ધામાં મેળવેલી જીત થકી આ મુકામ સુધી પહોંચી છે. તે નૅશનલ તથા ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટોમાં છ વખત ચૅમ્પિયન બની હતી. તેને આ ઊંચાઈ સુધી પહોંચાડવામાં પિતા ઇરફાનભાઈનું મોટું યોગદાન છે. તેઓ મહેસાણા પોલીસમાં એ.એસ.આઇ. છે. તેમણે તસનીમને હૈદરાબાદમાં બૅડમિન્ટન-લેજન્ડ પુલેલા ગોપીચંદની ઍકૅડેમીમાં તાલીમ અપાવી હતી. 

sports sports news