Pro Kabaddi : ગુજરાતની ટીમ અંતિમ સમયે અન્ય ટીમોની રણનીતિ બગાડી શકે છે

12 October, 2019 01:19 PM IST  |  Mumbai

Pro Kabaddi : ગુજરાતની ટીમ અંતિમ સમયે અન્ય ટીમોની રણનીતિ બગાડી શકે છે

ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ, પ્રો કબડ્ડી લીગ 2019

Mumbai : પ્રો કબડ્ડી (Pro Kabaddi League) લીગની સિઝન-7માં  ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્લે-ઓફ સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરી રહે છે, પરંતુ કોચ મનપ્રીત સિંઘના ખેલાડીઓએ હજૂ હિંમત ગુમાવી નથી. અને છેલ્લી મેચ સુધી રમી લેવા માટે કટિબધ્ધ છે.

જાયન્ટસની ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 10મા ક્રમે છે અને હવે શનિવારે છેક છેલ્લા ક્રમે રહેલી તમિલ થલાઈવાઝ અને રવિવારે હાલમાં સારૂ ફોર્મ ધરાવતી હરિયાણા સ્ટીલર્સ ટીમ સાથે ટકરાશે. જાયન્ટસ પ્લેઓફફ સુધી પહોંચવા માટે કરો યા મરોની રણનીતિ અપનાવશે. પ્રો કબડ્ડી લીગની અગાઉની બંને સિઝનમાં ફાયનલ સુધી પહોંચેલી આ જાયન્ટસ કોઈ કારણથી વર્તમાન સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. સુનિલ કુમારની આગેવાની હેઠળની આ ટીમને  ટોપ-6 એટલે કે પ્લે-ઓફફમાં પહોંચવા માટે હવે બાકીની ચાર મેચ જીતીવાની અને અન્ય ટીમમાં ટાઈ ઉભી થાય તેવી પરિસ્થિતિની જરૂર છે.

આગળનો માર્ગ કઠીન છે : કોચ મનપ્રીત
કોચ મનપ્રીત સિંઘ સ્વીકારે છે, કે આગળનો માર્ગ કઠીન છે. તેમનુ કહેવુ છે “સ્થિતિ કપરી છે પણ કશું અશક્ય નથી. અમારી પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ કમનસીબે ટીમ અપેક્ષા મુજબ રમત દાખવવામાં નિષ્ફળ નિવડી છે. ખેલાડીઓ સારી રમત રમ્યા છે, પરંતુ છેલ્લી કટોકટીભરી ક્ષણોમાં અમે કેટલીક મેચ ગુમાવી છે. આ બાબત અમારા માટે ભારે ચિંતાનો વિષય છે.”

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

જે ખેલાડીને તક નથી મળી તેવા ખેલાડીઓને આવનારી અંતિમ 4 મેચમાં તક મળી શકે છે
આવુ  નિવેદન કહ્યા પછી મનપ્રીત સીંઘ કહે છે કે અન્ય ટીમની કમનસીબી અથવા રમત ગુમાવવાથી અમને ફાયદો થઈ શકે છે. કોચ હવે પછીની તેમની યોજના અને 7 ખેલાડીનાં નામ ભાગ્યે જ જણાવતા હોય છે, પરંતુ જે ખેલાડીઓએ હરારાત્મક રમત દર્શાવી છે તેમને તક આપવાનો આગ્રહ રાખી રહ્યા છે. તેમણે એવો ઈશારો કર્યો છે કે  તેમની ટીમ છેલ્લી 4 મેચમાં ડીફેન્સ યુનિટ સહિત કેટલાક પ્રયોગો કરશે. એવુ બની શકે છે કે અગાઉ જેમને તક મળી શકી નથી તેવા ખેલાડીઓને પ્રથમ 7 ખેલાડી તરીકે તક મળી શકે છે.

sports news kabaddi news pro kabaddi league