૪૯ વર્ષની આ મહિલા વિન્ટર ઑલિમ્પિક્સમાં બનશે ઓલ્ડેસ્ટ સ્પર્ધક

15 January, 2022 03:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તે ૯ ઑલિમ્પિક મેડલ જીતી ચૂકી છે

ક્લૉડિયા પેશ્ટેઇન

ચીનની રાજધાની બીજિંગમાં ૪ ફેબ્રુઆરીથી વિન્ટર ઑલિમ્પિક્સ શરૂ થશે અને એમાં ભાગ લેનારી જર્મનીની ગ્રૅન્ડમા તરીકે ઓળખાતી ૪૯ વર્ષની આ મહિલા સૌથી મોટી ઉંમરની કહેવાશે. સ્પીડસ્કેટિંગની હરીફાઈમાં ભાગ લેનાર ક્લૉડિયા પેશ્ટેઇન નામની આ સ્પર્ધક દાયકાઓથી સ્પીડસ્કેટિંગની રમતમાં વ્યસ્ત છે. તે ૯ ઑલિમ્પિક મેડલ જીતી ચૂકી છે. સૌથી વધુ ૮ વિન્ટર ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર તે પ્રથમ મહિલા સ્પર્ધક પણ કહેવાશે. 
ક્લૉડિયા જીવનની અડધી સદીએ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઊતરવાનું પસંદ કરે છે. વિન્ટર ઑલિમ્પિક્સમાં તે પોતાનાથી ૨૦થી ૩૦ વર્ષ નાની સ્પર્ધકો સાથે હરીફાઈમાં ઊતરશે. તે પોલીસ-ઑફિસર છે અને પાંચ વાર ઑલિમ્પિક્સમાં અને છ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

sports sports news