બે દિવસમાં બે ટાઇટલ જીતી ગઈ ક્રેજસિકોવા

14 June, 2021 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅક રિપબ્લિકનની અનસીડેડ ખેલાડી બારબોરા ક્રેજસિકોવાએ સિંગલ ટાઇટલ જીત્યાના બીજા જ દિવસે ડબલ્સની સ્પર્ધા પણ જીતી હતી.

બારબોરા ક્રેજસિકોવા

ચૅક રિપબ્લિકનની અનસીડેડ ખેલાડી બારબોરા ક્રેજસિકોવાએ સિંગલ ટાઇટલ જીત્યાના બીજા જ દિવસે ડબલ્સની સ્પર્ધા પણ જીતી હતી. આવી સિદ્ધિ મેળવનારી તે ફ્રાન્સની મૅરી પિયર્સ બાદ બીજી મહિલા ખેલાડી બની છે. તેણે પોતાના જ દેશની કૅટરિના સિનિયાકોવા સાથે મળીને પોલૅન્ડની ઇગા સ્વિયાતેક અને અમેરિકાની બેધાની મૅટેક સૅન્ડ્સની જોડીને સરળતાથી ૬-૪, ૬-૨થી હરાવી હતી. સિનિયાકોવાની આ બીજી ટ્રોફી છે. અગાઉ તે ૨૦૧૮માં અહીં જીતી હતી. 

sports news sports tennis news