ટોક્યો ઑલિમ્પિક્સના વિદેશી પ્રેક્ષકોને નહીં મળે આખું રીફન્ડ

30 March, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિસેલર્સ આ હૅન્ડલિંગ ફીની બાદબાકી કરીને ગ્રાહકોને ટિકિટની મૂળ કિંમત અને શિપિંગ ફીનાં નાણાં પાછાં કરશે. 

GMD Logo

જુલાઈ મહિનામાં યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ ગેમ્સ માટે આયોજકોએ કેટલાક દિવસ પહેલાં વિદેશી પર્યટકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. આ સંદર્ભે હાલમાં સમાચાર મળ્યા છે કે જે પણ વિદેશી પ્રેક્ષકોએ ઑલિમ્પિક્સ માટે ટિકિટ ખરીદી હતી તેમને ટિકિટનાં પૂરાં નાણાં રીફન્ડ નહીં આપવામાં આવે. 
વાસ્તવમાં મોટા ભાગે ટોક્યો ઑલિમ્પિક્સ માટે આવનાર વિદેશી પ્રેક્ષકોએ ઑથોરાઇઝ્‍ડ ટિકિટ રીસેલર્સ કહેવાતા બ્રોકર્સ પાસેથી ટિકિટ ખરીદી હતી. અંદાજે એક ડઝન જેટલા આ રિસેલર્સની નિમણૂક નૅશનલ ઑલિમ્પિક કમિટી દ્વારા કરવામાં આવી હતી, જેમને ટિકિટ પર ૨૦ ટકા જેટલી હૅન્ડલિંગ-ફી ચાર્જ તરીકે વસૂલ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. રિસેલર્સ આ હૅન્ડલિંગ ફીની બાદબાકી કરીને ગ્રાહકોને ટિકિટની મૂળ કિંમત અને શિપિંગ ફીનાં નાણાં પાછાં કરશે. 
ટોક્યો ઑલિમ્પિક્સના આયોજકોએ પણ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેઓ ટિકિટ ખરીદનારાઓને ફેસ-વૅલ્યુ જેટલાં નાણાં પાછાં કરશે, પણ ટિકિટ પર લગાડવામાં આવેલા અન્ય ચાર્જ (રીસેલર્સ દ્વારા લગાડવામાં આવેલો એક્સ્ટ્રા ચાર્જ, કૅન્સલેશન ફી અથવા હોટેલ અથવા ફ્લાઇટ ફી) માટે તેઓ પોતે કોઈ પણ રીતે જવાબદાર નથી. 

sports news sports