ભારતમાં પહેલી વાર પુરુષોની ફુટબૉલમાં મહિલા રેફરી

13 October, 2021 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રંજિતાદેવી અને રિયોલૅન્ગ ધરે રચ્યો ઇતિહાસ

રંજિતા દેવી (જમણે) અને રિયોલૅન્ગ ધર.

મહિલા ફુટબોલર પુરુષોની ફુટબૉલ મૅચમાં રેફરી તરીકેની ડ્યુટી ન બજાવી શકે એવી માન્યતાને રંજિતાદેવી અને રિયોલૅન્ગ ધર નામની બે ભૂતપૂર્વ ફુટબૉલ ખેલાડીઓએ ખોટી પાડી છે. રંજિતા મણિપુર વતી અને રિયોલૅન્ગ મેઘાલય વતી સોકર રમી ચૂકી છે. તેઓ રેફરી બનીને આ સુંદર રમત સાથે જોડાઈ રહી છે. આઇ-લીગ એટલે કે ઇન્ડિયન લીગ ફુટબૉલ સ્પર્ધાનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં આ બન્ને મહિલા રેફરી ફરજ પર છે. તેઓ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની ફુટબૉલ મૅચમાં રેફરી બની ચૂકી છે, પરંતુ ઘરઆંગણે રાષ્ટ્રીય સ્તરે પહેલી વાર પુરુષોની ફુટબૉલમાં રેફરી બની છે. ૩૬ વર્ષની રંજિતાદેવી અને ૩૧ વર્ષની રિયોલૅન્ગ ધર વર્ષ ૨૦૧૮માં ફિફાની પૅનલમાં સામેલ થઈ હતી.

cricket news sports news sports