ઈરાને વેલ્સના બેલની ૧૧૦મી મૅચ બગાડી: ૨-૦થી જીત્યું

26 November, 2022 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિફા વર્લ્ડ કપમાં ગઈ કાલે ગ્રુપ ‘બી’માં ઈરાને વેલ્સની ટીમને મોડેથી કરેલા બે ગોલની મદદથી ૨-૦થી હરાવીને ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા.

ઈરાનને છેલ્લી મિનિટે ગોલ અપાવતો રામિન રઝાઇયા.

ફિફા વર્લ્ડ કપમાં ગઈ કાલે ગ્રુપ ‘બી’માં ઈરાને વેલ્સની ટીમને મોડેથી કરેલા બે ગોલની મદદથી ૨-૦થી હરાવીને ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા. રૌઝબે શેશ્મીએ ૯૦ મિનિટની મુખ્ય મૅચ પછી ૮મી મિનિટે (કુલ ૯૮મી મિનિટે) અને પછી રામિન રઝાઇયાને ૧૦૧મી મિનિટે ગોલ કરીને ઈરાનને રોમાંચક વિજય અપાવ્યો હતો. વેલ્સના સ્ટાર ખેલાડી ગેરેથ બેલની આ ૧૧૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી, જેમાં તે પોતાની ટીમને પરાજયથી રોકી નહોતો શક્યો.
વેલ્સના ગોલકીપર વેઇન હેનેસીને ગંભીર ફાઉલ બદલ ૮૬મી મિનિટે રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી કાઢી મૂકવામાં આવ્યો એ પછી વેલ્સે બૅક-અપ ગોલકીપર ડૅની વાર્ડની મદદ લેવી પડી હતી અને તે આવ્યા પછી ઈરાનના ખેલાડીઓએ પરિસ્થિતિનો લાભ લઈ બે વિનિંગ ગોલ કર્યા હતા.
વેલ્સની હવે કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે ગ્રુપ-સ્ટેજની મૅચ બાકી છે.

sports news football world cup 2019