ફિફાની ચાર વર્ષમાં ૬૧,૧૪૦ કરોડ રૂપિયાની તોતિંગ આવક

21 November, 2022 12:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અગાઉનો વર્લ્ડ કપ ૨૦૧૮માં રશિયામાં યોજાયો હતો

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે કતારમાં શરૂ થયેલા બાવીસમા ફુટબૉલ વર્લ્ડ કપ માટે છેલ્લાં ચાર વર્ષમાં સંચાલન સંસ્થા ફિફાએ કુલ ૭.૫ અબજ ડૉલર (અંદાજે ૬૧,૧૪૦ કરોડ રૂપિયા)ની આવક કરી હોવાનું ગઈ 
કાલે એ.પી.ના અહેવાલમાં જણાવાયું હતું. આ તમામ કમાણી વર્લ્ડ કપને લઈને ફિફાએ ટીવી બ્રૉડકાસ્ટ સહિત જે પણ કમર્શિયલ કૉન્ટ્રૅક્ટ કર્યા હોય એની છે.

૨૦૦ કરતાં વધુ દેશો ફિફાના મેમ્બર છે. અગાઉનો વર્લ્ડ કપ ૨૦૧૮માં રશિયામાં યોજાયો હતો અને ત્યારની આવકની સરખામણીમાં આ વખતે એક અબજ ડૉલર (૮૧૫૨ કરોડ રૂપિયા) વધુ આવક થઈ છે.

જિયાની ઇન્ફેન્ટિનો ફિફાના પ્રમુખ છે અને પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીમાં તેમના  કોઈ જ હરીફ ન હોવાથી તેઓ બીજી મુદત માટે બિનહરીફ ચૂંટાશે એવી શક્યતા છે.

આજે કોની મૅચ?

ઇંગ્લૅન્ડ v/s ઈરાન, ગ્રુપ ‘બી’, સાંજે ૬.૩૦

સેનેગલ v/s નેધરલૅન્ડ્સ, ગ્રુપ ‘એ’, રાતે ૯.૩૦

અમેરિકા v/s વેલ્સ, ગ્રુપ ‘બી’, રાતે ૧૨.૩૦

sports news sports doha qatar