અમદાવાદની શુટર ઇલાવેનિલે રચ્યો ઇતિહાસ,ભારતે 6 ગોલ્ડ સાથે 14 મેડલ જીત્યા

24 July, 2019 03:49 PM IST  |  Germany

અમદાવાદની શુટર ઇલાવેનિલે રચ્યો ઇતિહાસ,ભારતે 6 ગોલ્ડ સાથે 14 મેડલ જીત્યા

Germany : ગુજરાતની યુવા શૂટર ઇલાવેનિલ વાલારિવાનેએ શાનદાર પ્રદર્શન કરતા જર્મનીના શૂલ ખાતે યોજાયેલા જુનિયર વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોતાના જ દેશની મેહુલી ઘોષને હરાવીને વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. અમદાવાદમાં રહેતી ઇલાવેનિલે ૨૫૧.૬ પોઇન્ટ સાથે ૧૦ મીટર એર રાઇફલનો ગોલ્ડ જીત્યો હતો. મેહુલીએ ૨૫૦.૨ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફ્રાન્સની ઓકેન મારિયેન મુલરે ત્રીજા ક્રમે રહીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.


ઇલાવેનિલ, મેહુલી અને શ્રેયાએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલમાં ભારતીય ટીમે જુનિયર વર્લ્ડ કપ રેકોર્ડ નોંધાવ્યો છે. ઇલાવેનિલ, મેહુલી તથા શ્રેયા અગ્રવાલે ટીમ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે આ રીતે છ ગોલ્ડ, છ સિલ્વર તથા બે બ્રોન્ઝ સાથે કુલ ૧૪ મેડલ્સ મેળવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ચીન બે ગોલ્ડ સહિત કુલ છ મેડલ્સ સાથે બીજા ક્રમે છે.



વિજયવીરે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
શૂટર વિજયવીર સિદ્ધૂએ રાજકુંવરસિંહ સંધૂ તથા આદર્શસિંહ સાથે ટીમ બનાવીને મેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જૂનિયર વર્લ્ડ કપમાં આ તેમનો ત્રીજો ગોલ્ડ છે.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

હ્યદય હજારીકા, યશવર્ધન અને પાર્થે ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
ભારતને બીજો મેડલ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલમાં હ્યદય હજારિકા, યશવર્ધન તથા પાર્થ મખીજાની ટીમે અપાવ્યો હતો. આ ત્રણેયે કુલ ૧૮૭૭.૪ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ચીનની ટીમ કરતાં ભારતીય ટીમ ૦.૪ પોઇન્ટ પાછળ રહી હતી.

ahmedabad gujarat sports news sports