વૅક્સિન ન લેવાને કારણે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઈ શકે જૉકોવિચ

21 November, 2021 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેલબર્નમાં રમાતી આ ટુર્નામેન્ટમાં ૯ વખત જીતનાર જૉકોવિચે પોતે વૅક્સિન લીધી છે કે નહીં એ મામલે કોઈ ફોડ પાડ્યો નથી. વળી વૅક્સિન લેવાની ફરજ પાડવામાં આવે તો એવા સંજોગોમાં તે નહીં રમે એવી વાત પણ કરી છે. 

વૅક્સિન ન લેવાને કારણે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઈ શકે જૉકોવિચ

જાન્યુઆરીમાં રમાનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જૉકોવિચ ભાગ નહીં લઈ શકે એવી શક્યતા છે, કારણ કે આયોજકો દ્વારા એવી શરત મૂકવામાં આવી છે કે ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે વૅક્સિન લેવી ફરજિયાત છે. મેલબર્નમાં રમાતી આ ટુર્નામેન્ટમાં ૯ વખત જીતનાર જૉકોવિચે પોતે વૅક્સિન લીધી છે કે નહીં એ મામલે કોઈ ફોડ પાડ્યો નથી. વળી વૅક્સિન લેવાની ફરજ પાડવામાં આવે તો એવા સંજોગોમાં તે નહીં રમે એવી વાત પણ કરી છે. 
ઑસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ જણાવ્યું હતું કે આ વર્ષે આ ટુર્નામેન્ટ જોવા આવનારા દર્શકો, તમામ કર્મચારીઓ અને ખેલાડીઓ માટે વૅક્સિન લેવી ફરજિયાત છે. નોવાકને લઈને ઘણી બધી અફવા છે. તેણે આ વાતને અંગત ગણાવી છે. નોવાક અહીં રમશે તો અમને ગમશે, પરંતુ એ માટે તેણે વૅક્સિન લેવી જરૂરી છે.’ કરીઅરના ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ જીતવા માટે આતુર આયોજકોની આ માગણીને માન આપશે કે નહીં એ જોવું રહ્યું. જૉકોવિચે કહ્યું કે ‘તમારે શું કરવું જોઈએ એની સ્વતંત્રતા હોવી જોઈએ. આ મામલે કોઈ એક દ્રવ્ય તમારા શરીરમાં નાખવાની વાત છે.’

sports news sports novak djokovic