જૉકોવિચ ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર

12 September, 2021 07:53 AM IST  |  Mumbai | Agency

આજે યુએસ ઓપનની ફાઇનલમાં મેડવડેવને હરાવે તો પૂરું કરશે કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમ

 હું મારું હૃદય, મારો આત્મા, મારું શરીર સર્વસ આ મૅચમાં લગાડી દઈશ. આ મૅચને હું મારા કરીઅરની આખરી મૅચ હોય એ પ્રમાણે રમીશ.જોકોવિચ 

નોવાક જૉકોવિચ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે તેમ જ ૧૯૬૯ બાદ કૅલેન્ડર યર ગ્રૅન્ડ સ્લૅમ પૂર્ણ કરવાથી માત્ર એક વિજય દૂર છે. શુક્રવારે તેણે ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ઍલેકેન્ડર ઝ્વેરેવને ૪-૬, ૬-૨, ૬-૪, ૪-૬, ૬-૨રથી હરાવ્યો હતો. આ વર્ષે મહત્ત્વની ચૅમ્પિયનશિપમાં જૉકોવિચનો રેકૉર્ડ ૨૭-૦નો રહ્યો છે. 
આજે વિશ્વના બીજા ક્રમાંકના ખેલાડી ડેનિયલ મેડવડેવને હરાવે તો બે મહત્ત્વનો રેકૉર્ડ એના નામ પર થઈ જાય. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે ઑસ્ટ્રેલિયન ઓપન, જૂનમાં ફ્રેન્ચ ઓપન અને જુલાઈમાં વિમ્બલ્ડન જીત્યો હતો. ૩૪ વર્ષનો સર્બિયાનો ખેલાડી આ ટાઇટલ જીતી જાય તો કૅલેન્ડર ગ્રૅન્ડ સ્લૅમ ઉપરાંત આ તેનું ૨૧મું ટાઇટલ હશે. પરિણામે સૌથી વધુ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારો બની શકે. રોજર ફેડરર અને રાફેલ નડાલ પણ ૨૦-૨૦ ટાઇટલ જીતી ચૂક્યાં છે. 

બીજી તરફ રશિયાના ૨૫ વર્ષના ખેલાડી મેડવડેવ માટે આ કરીઅરની ત્રીજા ક્રમાંકની ફાઇનલ છે. એણે સેમી ફાઇનલમાં કૅનેડાના ફેલિક્સ અગર-અલીસીમને ૬-૪, ૭-૫, ૬-૨થી હરાવ્યો હતો.

31

જૉકોવિચની આ આટલામી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ છે.

9
જૉકોવિચ આટલામી વખત યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. 

 હું મારું હૃદય, મારો આત્મા, મારું શરીર સર્વસ આ મૅચમાં લગાડી દઈશ. આ મૅચને હું મારા કરીઅરની આખરી મૅચ હોય એ પ્રમાણે રમીશ.જોકોવિચ 

sports news sports novak djokovic