દિલીપ તિર્કી નવા હૉકી પ્રમુખ : ચૂંટણી વહેલી યોજાઈ

24 September, 2022 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરેશનના બંધારણ મુજબ જેમણે ઉમેદવારી નોંધાવી હતી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.

દિલીપ તિર્કી નવા હૉકી પ્રમુખ : ચૂંટણી વહેલી યોજાઈ

ભારતીય હૉકી ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ તિર્કી દેશમાં હૉકીની રમતનું સંચાલન કરતી સંસ્થા હૉકી ઇન્ડિયાના પ્રમુખસ્થાને બિનહરીફ ચૂંટાયા છે. આ ચૂંટણી પહેલી ઑક્ટોબરે યોજાવાની હતી, પરંતુ કોઈ પણ હોદ્દા માટે સામસામા દાવેદાર ન હોવાથી પરિણામ ગઈ કાલે ઍડ્વાન્સમાં જાહેર કરી દેવામાં આવ્યાં હતાં. ફેડરેશનના બંધારણ મુજબ જેમણે ઉમેદવારી નોંધાવી હતી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.

hockey sports news sports