ખોટી દવાને કારણે મૅરડોનાએ ગુમાવ્યો જીવ?

01 December, 2020 03:59 PM IST  |  Buenos Aires | AP

ખોટી દવાને કારણે મૅરડોનાએ ગુમાવ્યો જીવ?

મૅરડોના

આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મૅરડોનાના નિધન સંદર્ભમાં આર્જેન્ટિના પોલીસ મૅરડોનાના પર્સનલ ડૉક્ટરના ઘરની અને ઑફિસની તપાસ કરી રહી છે. મૅરડોનાના ન્યુરોલૉજિસ્ટ ડૉક્ટર લિઓપોલ્ડો લ્યુકની ઑફિસની બહાર કેટલાક પોલીસ-કર્મચારીઓ તપાસ કરતા જોવા મળ્યા હતા. એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ડૉક્ટરે લાપરવાહી દાખવીને ખોટી દવા આપી હતી એને કારણે મૅરડોના મૃત્યુ પામ્યો હતો. બુધવારે મૅરડોનાના નિધન પહેલાં કરવામાં આવેલી તેની સારવાર વિશે તપાસકર્તાઓ મૅરડોનાના સંબંધીઓ પાસેથી ડિક્લેરેશન મેળવી રહ્યા છે. ફરિયાદી સૅન ઇસિડ્રોએ જણાવ્યા પ્રમાણે તપાસકર્તાઓ મૅરડોનાના મેડિકલ રિપોર્ટ્સ છુપાવી રહ્યા છે. ગુરુવારે આ દિગ્ગજ ફુટબૉલ પ્લેયરને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. હાર્ટ-અટૅકને કારણે મૅરડોનાનું મૃત્યુ થયું હતું.

football sports news