એશિયા કપ મહિલા હૉકીમાં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની પ્રથમ મૅચ

21 January, 2022 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવિતા પુનિયા ભારતની કૅપ્ટન અને ગોલકીપર છે. અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલ ઈજાને કારણે નથી રમવાની.

એશિયા કપ મહિલા હૉકીમાં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની પ્રથમ મૅચ

ઓમાનના મસ્કતમાં આજે મહિલાઓની એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. ભારતીય ટીમ ટોક્યો ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક ચોથા નંબરે આવી હતી અને ત્યાર પછી તેમની આ પહેલી મોટી સ્પર્ધા છે. આ વર્ષે યોજાનારા હૉકીના વર્લ્ડ કપ માટેની આ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ પણ ગણાય છે. આ વર્ષે કૉમનવેલ્થ ગેમ્સ પણ રમાવાની છે.
સવિતા પુનિયા ભારતની કૅપ્ટન અને ગોલકીપર છે. અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલ ઈજાને કારણે નથી રમવાની.

sports news sports