UEFA Champions League : પહેલી જ મેચમાં ગત ચેમ્પિયન લીવરપુલ હાર્યું

19 September, 2019 07:23 PM IST  |  Mumbai

UEFA Champions League : પહેલી જ મેચમાં ગત ચેમ્પિયન લીવરપુલ હાર્યું

Mumbai : ફુટબોલ જગતની સૌથી મોટી લીગ એટલે UEFA ચેમ્પિયન્સ લીગની શરૂઆત થઇ ગઇ છે. જેમાં પહેલી જ મેચમાં મેજર અપસેટ સર્જાયો હતો. લીગની પહેલી મેચ ગત ચેમ્પિયન લીવરપુલ અને નાપોલી સામે રમાઇ હતી. આ મેચમાં નાપોલીએ શાનદાર રમતનું પ્રદર્શન કરતા 2-0થી લીવરપુલને માત આપી હતી. ગત ચેમ્પિયન લીવરપુલ મેચમાં નેપોલી ક્લબ સામે એક પણ ગોલ કરવામાં સફળ રહ્યું ન હતું. મેચમાં નાપોલી ટીમે તરફથી ડ્રાયસ મર્ટેસ (82મી મીનીટે) અને ફર્નાન્ડો લોરેન્તે ગોલ કર્યો હતો. તો બીજી તરફ બાર્સિલોનાનો લિયોનેલ મેસી ઈજા બાદ પ્રથમવાર સિઝનમાં રમવા ઉતર્યો હતો.

બોરૂસિયા અને બાર્લોલોના વચ્ચે મેચ 0-0 થી ડ્રો રહી
ફુટબોલ ચેમ્પિયન્સ લીગમાં બાર્સેલોના અને બોરૂસિયા ડોર્ટમંડ વચ્ચે રમાયેલી મેચ 0-0થી ડ્રો રહી હતી. લીગ શરૂ થતાં પહેલા મેસી પગમાં ઈજાને કારણે બહાર હતો. ઈજા બાદ વાપસી કરતા મેસીએ આ સિઝનમાં પ્રથમ મેચ રમી છે. આ મેચમાં ડોર્ટમંડના કેપ્ટન માર્કો પ્રથમ હાફમાં પેનલ્ટી અને બીજી હાફમાં કેટલિક તક ચુકી ગયો, બાકી પરિણામ અલગ હોત.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ચેલ્સીએ પોતાની છેલ્લી બંન્ને મેચ હારી
પાછલી સિઝનમાં યૂરોપા લીગ ચેમ્પિયન ચેલ્સી પોતાની છેલ્લી બે મેચ હારી ગયું છે. મંગળવારે વેલેન્સિયાએ ચેલ્સીને 1-0થી હરાવ્યું હતું. ચેલ્સીની પાસે આ મેચ ડ્રો કરાવવાની શાનદાર તક હતી, પરંતુ વેલેન્સિયાના રોડ્રિગો મોરેનોએ મેચની 74મી મિનિટમાં મળેલી ફ્રી-કિકમાં ગોલ કરીને ટીમને જીત અપાવી હતી.

sports news football uefa champions league