23 August, 2025 07:24 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ઓપનિંગ સેરેમનીમાં વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો મૅસ્કૉટ હિમાલયન કિંગફિશર સૌનું મનોરંજન કરતો જોવા મળ્યો હતો.
શ્રીનગરના દલ લેક ખાતે ગઈ કાલે ત્રણ દિવસીય ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ થયો હતો. ભારતના આ પહેલવહેલા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા સાથે સ્પોર્ટ્સ યુનિયન મિનિસ્ટર રક્ષા ખડસે હાજર રહ્યાં હતાં.
દલ લેક પર નીકળી હતી તમામ ટીમની બોટની પરેડ.
મહારાષ્ટ્રની સૌથી મોટી ૪૪ સભ્યોની ટીમ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે. તમામ રાજ્યની ટીમોની બોટની એક પરેડ પણ ઓપનિંગ સેરેમની દરમ્યાન દલ લેક પરથી પસાર થઈ હતી. મ્યુઝિક, ડાન્સ અને લેઝર લાઇટ શો આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.