✕

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો પર પોર્ટુગલનો કૅમ્પ છોડવા બદલ ૩૦ દિવસનો પ્રતિબંધ અને ૨૭,૨૦૦ રૂપિયાનો દંડ

21 October, 2026 12:24 PM IST  |  Portugal | Gujarati Mid-day Correspondent

પોર્ટુગીઝ ફુટબૉલ ફેડરેશને અગાઉ રોનાલ્ડોને કામચલાઉ પ્રતિબંધ હેઠળ મૂક્યો હતો અને ગઈ કાલે આ અંતિમ સજાને યોગ્ય અને પૂરતી ગણાવીને જાહેર કરી હતી.આ પ્રતિબંધ એક ઑક્ટોબરથી અમલમાં આવ્યો જે દિવસે ડૅન્માર્ક સામે મૅચ હતી.

રોનાલ્ડો

૪૧ વર્ષના ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને પોર્ટુગલના કૅમ્પ છોડવા બદલ નૅશનલ ફેડરેશન દ્વારા ૩૦ દિવસનો પ્રતિબંધ અને ૨૫૫ યુરો એટલે કે આશરે ૨૭,૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોર્ટુગીઝ ફુટબૉલ ફેડરેશને અગાઉ રોનાલ્ડોને કામચલાઉ પ્રતિબંધ હેઠળ મૂક્યો હતો અને ગઈ કાલે આ અંતિમ સજાને યોગ્ય અને પૂરતી ગણાવીને જાહેર કરી હતી.
આ પ્રતિબંધ એક ઑક્ટોબરથી અમલમાં આવ્યો જે દિવસે ડૅન્માર્ક સામે મૅચ હતી. આનો અર્થ એ છે કે તે પહેલેથી જ ૧૯ દિવસનો પ્રતિબંધ ભોગવી ચૂક્યો છે અને ૧૪ નવેમ્બરે ડૅન્માર્ક સામે યોજાનારી પોર્ટુગલની આગામી નેશન્સ લીગ મૅચ માટે તે ઉપલબ્ધ રહે એવી અપેક્ષા છે.

નવા હેડ કોચ સાથેના અણબનાવને કારણે રોનાલ્ડોએ ગુસ્સામાં ટીમનો સાથે છોડ્યો હતો. પછીથી તેણે કારણ જાહેર કરીને સજા ભોગવવાની તૈયારી પણ દર્શવી હતી.

cristiano ronaldo football portugal sports sports news denmark