ફુટબૉલર રોનાલ્ડોના `બે શબ્દો`થી કોકાકોલાની હાલત ખરાબ,લાગ્યો 30 હજાર કરોડનો આંચકો

16 June, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યૂરો કપ દરમિયાન ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન કંઇક એવું કર્યું કે કોકાકોલાના શૅર પછડાયા. એક અનુમાન પ્રમાણે, કંપનીને ચાર બિલિયન ડૉલરનું નુકસાન થયું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તમે જોયું હશે કે એલન મસ્કના કોઇક એક ટ્વીટથી બિટકૉઇનના ભાવ વધી ગયા કે કોઇક કંપનીના શૅર વધી ગયા. આવું જ કંઇક સૉૉફ્ટ ડ્રિન્ક દિગ્ગજ કોકાકોલા સાથે પણ થયું છે અને ફુટબૉલર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દ્વારા પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહેવામાં આવેલા બે શબ્દોના સંદેશને કારણે થયું.

રોનાલ્ડોએ પોતાની પ્રેસ કૉન્ફ્રેન્સમાં કંઇક એવું કર્યું કે કોકા કોલા કંપનીના શૅર લગભગ 30 હજાર કરોડ રૂપિયા સુધી ઘટી ગયા અને મોટો ઝટકો લાગ્યો.

આખરે થયું શું?
હાલ ફુટબૉલની સીઝન ચાલી રહી છે અને યૂરો કપ રમાઇ રહ્યો છે. આ દરમિયાન પુર્તગૉલ ટીમના કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કૉન્ફ્રેન્સ સંબોધિત કરી, જેમ દરેક મેચ પહેલા અને પછી કરવામાં આવે છે. 

રોનાલ્ડો જ્યારે પ્રેસ કૉન્ફ્રેન્સવાળા ટેબલ પર આવ્યો અને ત્યાં માઇક પાસે બે કોકા કોલાની બૉટલ અને એક પાણીની બૉટલ રાખેલી હતી.રોનાલ્ડોએ ત્યાં રાખેલી બન્ને કોકા કોલાની બૉટલ હટાવી દીધી અને પાણીની બૉટલ લઈને કહ્યું `Drink Water`.

માત્ર, 25 સેકેન્ડની આ ઘટનાની અસર થઈ કે કોકા કોલાના શૅર ધડાધડ પડવા લાગ્યા અને લગભગ 4 બિલિયન ડૉલર સુધી ઘટ્યા.

માહિતી પ્રમાણે, યૂરોપમાં બપોરે 3 વાગ્યે માર્કેટ ખુલી હતી તે સમયે કોકા કોલાના શૅરના રેટ 56.10 ડૉલર હતા. અડધા કલાક પછી રોનાલ્ડોની પ્રેસ કૉન્ફ્રેન્સ થઈ, અને તેની થોડીવાર પછી કોકા કોલાના શૅર પડવા લાગ્યા અને તે 55.22 ડૉલર સુધી પહોંચ્યા. ત્યારથી કોકા કોલાના શૅરમાં સતત વધ-ઘટ જોવા મળે છે.

sports news sports cristiano ronaldo