કોરોનાને લીધે 21 વર્ષના સ્પૅનિશ ફુટબૉલ-કોચનું મૃત્યુ

18 March, 2020 11:54 AM IST  |  Madrid | Agencies

કોરોનાને લીધે 21 વર્ષના સ્પૅનિશ ફુટબૉલ-કોચનું મૃત્યુ

ફ્રાન્સિસ્કો ગ્રેસિયા

સ્પૅનિશ ફુટબૉલ ક્લબ ઍટ્લેટિકો પોર્ટાડા અલ્ટાના ૨૧ વર્ષના કોચ ફ્રાન્સિસ્કો ગ્રેસિયાનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું છે. તે લ્યુકેમિયાથી પીડાતો હતો. ત્યાર બાદ તેને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફ્રાન્સિસ્કો ગ્રેસિયા ઍટ્લેટિકોની યુથ ટીમનો મુખ્ય કોચ હતો. થોડા દિવસ પહેલાં તેને કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એક નિવેદનમાં ક્લબે ગ્રેસિયાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ‘ઍટ્લેટિકો પોર્ટાડા અલ્ટાના કોચ ફ્રાન્સિસ્કો ગ્રેસિયાના નિધન પર અમે તેમના પરિવાર, સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળના દુ:ખમાં સહભાગી છીએ, જે આજે અમને છોડીને ચાલ્યા ગયા. અમે ગ્રેસિયા વિના શું કરીશું?’

સ્પૅનિશ ફુટબૉલ ક્લબ વેલેન્સિયાની એક તૃતીયાંશથી વધુ ટીમ કોરોના વાઇરસથી ગ્રસ્ત છે. આ વાતની જાણકારી ખુદ ઇટાલિયન ઑથોરિટીએ આપી છે. ગયા મહિને વેલેન્સિયાની ટીમે મિલાનની મુલાકાત લીધી હતી.

football spanish football coronavirus sports news