11 July, 2024 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી
૧૦ જુલાઈએ ભારતીય સમય અનુસાર સવારે ૫.૩૦ વાગ્યાથી કૅનેડા અને આર્જેન્ટિના વચ્ચે કોપા અમેરિકા 2024ની પહેલી સેમી ફાઇનલ શરૂ થઈ હતી, જેમાં લિયોનેલ મેસીએ ૧૦૯મો ઇન્ટરનૅશનલ ગોલ કરીને આર્જેન્ટિનાને ૨-૦થી જીત અપાવી હતી. ૧૫ જુલાઈએ થનારી ફાઇનલ મૅચની બીજી ટીમ ઉરુગ્વે અને કોલંબિયા વચ્ચેની બીજી સેમી ફાઇનલ મૅચમાંથી મળશે. જોકે ઉરુગ્વે અને આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ મૅચ થાય એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ટુર્નામેન્ટની આ દિગ્ગજ ટીમો ૧૫-૧૫ વાર આ ટ્રોફી જીતી ચૂકી છે.
પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડો (૧૩૦ ગોલ) બાદ લિયોનેલ મેસી ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં સૌથી વધારે ૧૦૯ ગોલ કરનાર ખેલાડી છે. ૩૭ વર્ષના મેસીએ હજી પણ ફુટબૉલ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે હું ક્યારે રમતને અલવિદા કહીશ એ ફક્ત ભગવાન જ જાણે છે.