ચરોતર રૂખી સમાજનાં સ્પર્ધકો તાએ ક્વાન ડોમાં મેડલ જીત્યાં

01 December, 2021 06:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યાંશના વર્ગમાં કાર્તિક નરીગારકર ગોલ્ડ મેડલ અને રુદ્ર ચવાણ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. રિદ્ધિના વર્ગમાં જે. બોથ્રા ગોલ્ડ અને અપેક્ષા સિલ્વર જીતી હતી. કુલ ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ચરોતર રૂખી સમાજનાં સ્પર્ધકો તાએ ક્વાન ડોમાં મેડલ જીત્યાં

ચરોતર રૂખી સમાજનો ક્રિયાંશ પ્રફુલ મહીડા અને રિદ્ધિ પ્રફુલ મહીડા પાલઘર તાએ ક્વાન ડો અસોસિએશન દ્વારા ન્યુ વિવા કૉલેજ ખાતે આયોજિત તૃતીય સબ-જુનિયર-કૅડેટ-જુનિયર ડિસ્ટ્રિક્ટ ચૅમ્પિયનશિપમાં પોતપોતાના વર્ગમાં મેડલ જીત્યાં છે. ક્રિયાંશે અન્ડર-18 વેઇટ કૅટેગરીમાં સિલ્વર મેડલ અને રિદ્ધિએ અન્ડર-29 વેઇટ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. ક્રિયાંશના વર્ગમાં કાર્તિક નરીગારકર ગોલ્ડ મેડલ અને રુદ્ર ચવાણ બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. રિદ્ધિના વર્ગમાં જે. બોથ્રા ગોલ્ડ અને અપેક્ષા સિલ્વર જીતી હતી. કુલ ૨૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

sports news sports