ભાવિના પટેલે મેડલ પાકો કર્યો

06 August, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ સિંગલ્સ ક્લાસ ૩-૫, કૅટેગરીમાં ભાવિનાએ મેડલ પાકો કર્યો

ભાવિના પટેલ

બર્મિંગહૅમમાં ગઈ કાલે શારીરિક રીતે અક્ષમ ઍથ્લીટ્સ-પ્લેયર્સ માટેની પૅરા કૉમનવેલ્થમાં ગુજરાતની ૩૫ વર્ષની ભાવિના પટેલે ટેબલ ટેનિસની સ્પર્ધામાં ઇંગ્લૅન્ડની સ્યુ બેઇલીને ૧૧-૬, ૧૧-૬, ૧૧-૬થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે આજે નાઇજિરિયાની હરીફ સામે રમશે. વિમેન્સ સિંગલ્સ ક્લાસ ૩-૫, કૅટેગરીમાં ભાવિનાએ મેડલ પાકો કર્યો એ રીતે બીજી તરફ સોનલ પટેલે બ્રૉન્ઝ મેડલ માટેના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સોનલ પટેલનો ગઈ કાલે ઇકપેઓયી સામે ૧૧-૮, ૬-૧૧, ૪-૧૧, ૭-૧૧થી પરાજય થયો હતો.

sports sports news