બૉક્સિંગમાં ભારતીયોએ પાંચ મેડલ પાકા કર્યા

05 August, 2022 01:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત પંઘાલ ફ્લાઇવેઇટ (૪૮-૫૧ કિલોગ્રામ) વર્ગની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયો હતો

જાસ્મિન લંબોરિયા

કૉમનવેલ્થ ગેમ્સની બૉક્સિંગમાં ગઈ કાલે ભારતીય મુક્કાબાજોએ મેડલ-રાઉન્ડમાં પહોંચીને ઓછામાં ઓછા પાંચ ચંદ્રક પાકા કરી આપ્યા હતા.

અમિત પંઘાલ ફ્લાઇવેઇટ (૪૮-૫૧ કિલોગ્રામ) વર્ગની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયો હતો. તેણે સ્કૉટલૅન્ડના લેનન મુલીગનને ૫-૦થી હરાવ્યો હતો. પછી મહિલાઓની લાઇટવેઇટ (૬૦ કિલોગ્રામ)ની ક્વૉર્ટર ફાઇનલમાં ભારતની જાસ્મિને ન્યુ ઝીલૅન્ડની ટ્રૉય ગાર્ટનને ૪-૧થી હરાવી હતી.

પંઘાલ અને જાસ્મિન ઉપરાંત નીખત ઝરીન (૫૦ કિલોગ્રામ), નીતુ ગંઘાસ (૪૮ કિલોગ્રામ), મોહમ્મદ હુસામુદ્દીન (૫૭ કિલોગ્રામ) પણ મેડલ રાઉન્ડમાં પહોંચી ગયા છે.

sports news sports boxing