સ્ટૅન્ડમાં પુત્રીની હાજરીથી હૉકી કૅપ્ટન મનપ્રીત બેહદ ઉત્સાહી હતો

08 August, 2022 03:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મનપ્રીતની પત્ની ઇલી નજવા સાદિક મલેશિયાની ભૂતપૂર્વ હૉકી પ્લેયર છે

મનપ્રીત સિંહ અને જાસ્મિન

કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૮ જુલાઈએ ઓપનિંગમાં તિરંગા સાથે પી. વી. સિંધુની જોડીમાં ભારતનો ફ્લૅગ બેરર બનનાર હૉકી કૅપ્ટન મનપ્રીત સિંહે શનિવારની સાઉથ આફ્રિકા સામેની સેમી ફાઇનલની ૩-૨ની જીત માટે એક સ્ટૅન્ડમાં તેની પત્ની સાથે બેઠેલી આઠ મહિનાની પુત્રીને પોતાની બેસ્ટ સપોર્ટર ઓળખાવી હતી.

મનપ્રીતની પત્ની ઇલી નજવા સાદિક મલેશિયાની ભૂતપૂર્વ હૉકી પ્લેયર છે. મનપ્રીત શનિવારે રમી રહ્યો હતો ત્યારે એક સ્ટૅન્ડમાં પુત્રી જાસ્મિનને લઈને ઇલી બેઠી હતી જેનાથી મનપ્રીતનો જુસ્સો વધી ગયો હતો. મનપ્રીતે સેમી ફાઇનલની જીત પુત્રીને ડેડિકેટ કરી હતી. પુત્રી પણ સ્ટૅન્ડમાં બેઠી છે એ જાણીને મનપ્રીતમાં જબરદસ્ત જોશ આવ્યો હતો. તેણે મૅચ પછી આઇ.એ.એન.એસ.ને કહ્યું, ‘મેં જાણ્યું કે જાસ્મિન મારી ગેમને ખૂબ એન્જૉય કરી રહી હતી. તે હજી ઘણી નાની છે, પણ તેના ડૅડી રમી રહ્યા હોવાનું જાણીને તે ખૂબ ખુશ હતી. હું આશા રાખું છું કે મોટી થઈને તે પણ હૉકી પ્લેયર બને.’

sports news sports hockey