શૉકિંગ ક્રૅશ : ભારતની મીનાક્ષી પડી ગઈ અને સ્પર્ધકની સાઇકલ તેના પર ફરી વળી

03 August, 2022 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રવિવારે પુરુષોની સાઇકલની હરીફાઈમાં ઇંગ્લૅન્ડના મૅટ વૉલ્સ સહિત કુલ ૮ બાઇકર્સ વચ્ચે આકસ્મિક ટક્કર થઈ હતી

ભારતીય સાઇક્લિસ્ટ મીનાક્ષી

બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં રવિવાર પછી સોમવારે પણ સાઇક્લિંગની હરીફાઈમાં શૉકિંગ ક્રૅશનો બનાવ બન્યો હતો. ૧૦ કિલોમીટરની સ્ક્રૅચ રેસમાં ભારતીય સાઇક્લિસ્ટ મીનાક્ષી તેની સાઇકલ પરથી પડી ગઈ હતી અને એ વખતે પાછળથી પૂરપાટ આવી રહેલી ન્યુ ઝીલૅન્ડની બ્રાયોની બોથા પણ આ અકસ્માતનો શિકાર થઈ હતી, કારણ કે તેની સાઇકલ મીનાક્ષી પરથી ફરી વળી હતી. બન્નેને રેસની બહાર લાવવામાં આવી હતી અને મીનાક્ષીની ઈજા ગંભીર હોવાથી તેને સારવાર માટે સ્ટ્રેચર પર લઈ જવાઈ હતી. રેસ અટકાવવામાં આવી ત્યારે ઇંગ્લૅન્ડની લોઉરા કેની સૌથી આગળ હતી અને છેવટે તે જ ગોલ્ડ મેડલ જીતી હતી.

રવિવારે પુરુષોની સાઇકલની હરીફાઈમાં ઇંગ્લૅન્ડના મૅટ વૉલ્સ સહિત કુલ ૮ બાઇકર્સ વચ્ચે આકસ્મિક ટક્કર થઈ હતી, જેમાં એક સ્પર્ધક સાઇકલ સાથે પ્રેક્ષકોના સ્ટૅન્ડમાં જતો રહ્યો હતો.

sports news sports