ભાંગડા અને અપાચે ઇન્ડિયનના સૂરતાલ સાથે કૉમનવેલ્થ ગેમ્સનું સમાપન

10 August, 2022 04:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અપાચે ઇન્ડિયનના પાવરપૅક્ડ પર્ફોર્મન્સથી બર્મિંગહૅમના ઍલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં શાનદાર ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી

ઍલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભાંગડા ડાન્સ કરતા કલાકારો

ભાંગડાની ધમાલ અને અપાચે ઇન્ડિયનના પાવરપૅક્ડ પર્ફોર્મન્સથી બર્મિંગહૅમના ઍલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં શાનદાર ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. છેલ્લા ૧૧ દિવસમાં ૭૨ દેશના ૪૫૦૦થી વધુ ખેલાડીઓએ એમાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના ધ્વજને ઉતારવામાં આવ્યો હતો અને ૨૦૨૬નું આયોજન કરનાર ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યને એ સોંપવામાં આવ્યો હતો. ભારતીય મૂળના સ્ટીવન કપૂર જે અપાચે ઇન્ડિયન તરીકે ઓળખાય છે તેમણે શાનદાર શરૂઆત કરી ત્યારે નીલમ ગિલે અને પંજાબની એમસીએ ‘મુંડિયા તુ બચ કે’ ગાયું હતું. કુલ ૨૦ મ્યુઝિકલ પર્ફોર્મન્સ થયા હતા, જેમાં ગોલ્ડી અને બેવર્લી નાઇટનો પણ સમાવેશ હતો.

sports news sports