ટેબલ ટેનિસમાં ૪૦ વર્ષના ગોલ્ડનમૅન શરથ કમલની કમાલ

09 August, 2022 03:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેબલ ટેનિસમાં ત્રણ ગોલ્ડ સાથે બેસ્ટ-એવર પર્ફોર્મન્સ

શરથ કમલ

કૉમનવેલ્થની ટેબલ ટેનિસમાં ભારતના ૪૦ વર્ષના શરથ કમલે મેન્સ સિંગલ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતીને આ રમતોત્સવમાં પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ બતાડ્યો હતો. પાંચ કૉમનવેલ્થમાં તે કુલ ૧૩ મેડલ જીત્યો છે. તેણે આ રમતોત્સવમાં ૧૬ વર્ષે ફરી ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ગઈ કાલે સિંગલ્સની ગોલ્ડ-મેડલ મૅચમાં ઇંગ્લૅન્ડના લિઆમ પિચફર્ડને ૧૧-૧૩, ૧૧-૭, ૧૧-૨, ૧૧-૬, ૧૧-૮થી હરાવી દીધો હતો. આ પહેલાં તેણે ટીમ ગોલ્ડ જીતવા ઉપરાંત મિક્સ્ડ-ડબલ્સમાં શ્રીજા અકુલા સાથેની જોડીમાં મલેશિયાના જેવન ચુન્ગ અને કરેન લીનની જોડીને ફાઇનલમાં ૧૧-૪, ૯-૧૧, ૧૧-૫, ૧૧-૬થી હરાવીને સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો.

સ્ક્વૉશમાં દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડી મિક્સ્ડ-ડબલ્સમાં બ્રૉન્ઝ જીતી હતી, જ્યારે બૉક્સિંગમાં સાગર આહલાવતે સિલ્વર મેડલ જીતી લીધો હતો.

sports news sports