સિંધુની નિષ્ફળતા છતાં કોચ ગોપીચંદને જરાય ચિંતા નથી

20 December, 2019 12:51 PM IST  |  Mumbai

સિંધુની નિષ્ફળતા છતાં કોચ ગોપીચંદને જરાય ચિંતા નથી

ગોપીચંદ

(મિડ-ડે પ્રતિનિધિ) ભારતીય બૅડ્મિન્ટનના દ્રોણાચાર્ય પુલેલા ગોપીચંદને તેમનાં સ્ટાર શિષ્યા પી. વી. સિંધુની તાજેતરની નિષ્ફળતા છતાં જરાય ચિંતા નથી. રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુ છેલ્લી 7 ટુનાર્મેન્ટમાં ફક્ત એક જ વાર ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી છે. ગઈ કાલે બાંદરામાં બૅડ્મિન્ટન ગુરુકુલના લૉન્ચિંગ વખતે ગોપીચંદે જણાવ્યું હતું કે સિંધુ ખૂબ જ ટૅલન્ટેડ ખેલાડી છે અને અત્યારના તેના ખરાબ ફૉર્મ છતાં તે આ વર્ષે ટોક્યોમાં રમાનારી ઑલિમ્પિક્સમાં શાનદાર પર્ફોર્મ કરશે. તે કમાલનું કમબૅક કરશે. જોકે તે ફરી કોર્ટ ગજાવે એ માટે તેની રમતમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

આ પણ જુઓ : આવો છે દેશની 'ગોલ્ડન ગર્લ' PV Sindhuનો ઑફ ધ ફિલ્ડ અંદાજ

જોકે આ વર્ષે ભારતીય ખેલાડીઓના સાધારણ પર્ફોર્મન્સ વિશે ગોપીચંદે થોડો અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કેઆ વર્ષ આપણા માટે સારું નથી રહ્યું. આપણે વધુ મહેનત કરવાની જરૂર છે, પણ સમસ્યા એ છે ક ખેલાડીઓ સતત એક પછી એક ટુર્નામેન્ટ રમતા રહે છે. તેમને ભાગ્યે જ સ્વસ્થ થવાની તૈયારીનો સમય મળે છે, પણ આ બધા છતાં બધા જ ખેલાડીઓએ ઑલિમ્પિક્સ પહેલાં તેમનો અસલી ટચ મેળવી લેવાની જરૂર છે.

sports news pv sindhu badminton news