ચાઇનીઝ બૅડ્મિન્ટન ગ્રેટ લીન ડેને જાહેર કર્યું રિટાયરમેન્ટ

05 July, 2020 04:58 PM IST  |  Mumbai | Agencies

ચાઇનીઝ બૅડ્મિન્ટન ગ્રેટ લીન ડેને જાહેર કર્યું રિટાયરમેન્ટ

લીન ડેન

ચાઇનીઝ બૅડ્મિન્ટન પ્લેયર લીન ડેને ગઈ કાલે પોતાનું રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. આ સાથે ચાઇનીઝ બૅડ્મિન્ટનની નૅશનલ ટીમમાંથી તેમની ૨૦ વર્ષની ભવ્ય કરીઅરનો અંત આવ્યો છે. પોતાના રિટાયરમેન્ટ વિશે વાત કરતાં ડેને કહ્યું કે ‘૨૦૦૦થી ૨૦૨૦ સુધી હું રમ્યો છું અને હવે નૅશનલ ટીમને ગુડબાય કહેવાનો વખત આવી ગયો છે. જોકે આ વાત કહેવી મારે માટે ઘણી અઘરી છે.’
ચાઇનીઝ બૅડ્મિન્ટન અસોસિએશનના જણાવ્યા પ્રમાણે ડેને થોડા દિવસ અગાઉ સત્તાવાર રીતે બૅડ્મિન્ટનમાંથી રિટાયરમેન્ટની વાત કહેતો પત્ર આપ્યો હતો.

sports sports news badminton news