પહેલવાન સુશીલ કુમાર સામે હત્યાના મામલે લુકઆઉટ નોટિસ

11 May, 2021 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતનાર પહેલવાન સુશીલ કુમાર વિરુદ્ધ હત્યાનો આરોપ છે. તેને શોધવા દિલ્હી પોલીસે ઘણી બધી જગ્યાએ છાપો માર્યો છે.

સુશીલ કુમાર

દેશ માટે ઑલિમ્પિક મેડલ જીતનાર પહેલવાન સુશીલ કુમાર વિરુદ્ધ હત્યાનો આરોપ છે. તેને શોધવા દિલ્હી પોલીસે ઘણી બધી જગ્યાએ છાપો માર્યો છે. હવે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. ગયા સપ્તાહે છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનોનાં બે જૂથ વચ્ચે લડાઈ થઈ હતી. એમાં ૨૩ વર્ષના સાગર ધનકર નામના પહેલવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે આ મામલે લોકોની પૂછપરછ કરતાં ઘણાએ સુશીલ કુમાર સામે આરોપ લગાવ્યો હતો. 

sports news sports wrestling