ચેસ-ઑલિમ્પિયાડમાં ઇન્ડિયાની બી અને વિમેન્સની એ ટીમ ત્રીજા ક્રમાંકે

10 August, 2022 05:01 PM IST  |  Tamilnadu | Gujarati Mid-day Correspondent

ઉજબૈકિસ્તાનની ટીમ અપસેટ સર્જતાં નેધરલૅન્ડને ૨-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય (આઇસ્ટૉક)

ઇન્ટરનૅશનલ ચૅસ ફેડરેશન દ્વારા તામિલનાડુના મમલાપુરમાં આયોજિત ૪૪મી ચેસ-ઑલિમ્પિયાડના ઓપન સેક્શનમાં ભારતની બી ટીમે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલાની એ ટીમ ત્રીજા ક્રમાંકે આવી હતી. ઇન્ડિયા બી ટીમે ત્રીજા ક્રમાંક માટેના ફાઇનલ રાઉન્ડમાં જર્મનીને ૩-૧થી માત આપી હતી. ઉજબૈકિસ્તાનની ટીમ અપસેટ સર્જતાં નેધરલૅન્ડને ૨-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આર્મેનીયી ટીમે સ્પેનને ૨.૫-૧.૫થી હરાવીને બીજો ક્રમાંક મેળવ્યો હતો. ટોચનો ક્રમાંક ધરાવતી મહિલાની એ ટીમ અમેરિકા સામે ફાઇનલ રાઉન્ડમાં ૧-૩ થી હારી જતાં એની ગોલ્ડ મેળવવાની આશા પૂર્ણ થઈ શકી નહોતી.

sports sports news chess tamil nadu