અનુપમા ઉપાધ્યાય બૅડ્‍મિન્ટનમાં નવી જુનિયર વર્લ્ડ નંબર-વન બની

08 September, 2022 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અનુપમા વિશ્વભરની બૅડ્‍મિન્ટન ખેલાડીઓના સિનિયર લિસ્ટમાં ૬૩મા સ્થાને છે

અનુપમા ઉપાધ્યાય

હરિયાણાના અંબાલા ડિવિઝનમાં આવેલા પંચકુલા શહેરમાં રહેતી ૧૭ વર્ષની અનુપમા ઉપાધ્યાય જુનિયર બૅડ્‍મિન્ટનમાં નવી વર્લ્ડ નંબર-વન બની છે. તેણે ભારતની જ તસ્નીમ મીરનું સ્થાન લીધું છે. છોકરાઓમાં ૨૦૧૪માં આદિત્ય જોશી, ૨૦૧૬માં સિરિલ વર્મા અને ૨૦૧૭માં લક્ષ્ય સેને નંબર-વનનો રૅન્ક મેળવ્યો હતો. ૧૮ વર્ષનો શંકર મુથુસ્વામી સુબ્રમણ્યન હજી ગયા મહિને જ જુનિયર વર્લ્ડ નંબર-વન બન્યો હતો.

અનુપમા વિશ્વભરની બૅડ્‍મિન્ટન ખેલાડીઓના સિનિયર લિસ્ટમાં ૬૩મા સ્થાને છે. પ્રકાશ પદુકોણ બૅડ્‍મિન્ટન ઍકૅડેમીની સ્ટુડન્ટનું ૨૦૨૨નું વર્ષ ખૂબ સારું ગયું છે અને તે હવે આવતા મહિને સ્પેનમાં રમાનારી જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે તૈયારી કરી રહી છે. જો એમાં તે વિજેતા બનશે તો જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન કહેવાશે.

sports news sports badminton news