બ્રિટિશ બિલ્યનેરને મૅન્ચેસ્ટર યુનાઇટેડ ખરીદવી છે

19 August, 2022 11:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બ્રિટનના બિલ્યનેર અને દેશના સૌથી શ્રીમંત સર જિમ રૅટક્લિફે એ હિસ્સો ખરીદવામાં રસ બતાવ્યો હોવાનું તેમના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું

સર જિમ રૅટક્લિફ

ચેલ્સી ફુટબૉલ ક્લબ વેચાયા બાદ હવે બ્રિટનની ટોચની ફુટબૉલ ક્લબ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)નો નાનો ઇક્વિટી હિસ્સો વેચાવાનો છે એવા બ્લુમબર્ગ વેબસાઇટ પરના અહેવાલને પગલે બ્રિટનના બિલ્યનેર અને દેશના સૌથી શ્રીમંત સર જિમ રૅટક્લિફે એ હિસ્સો ખરીદવામાં રસ બતાવ્યો હોવાનું તેમના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે ‘જો અમેરિકાનું ગ્લેઝર ફૅમિલી મૅન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબ વેચવાની હોવાથી રૅટક્લિફ એને જરૂર ખરીદવા આગળ આવશે, કારણ કે તેમને આ ટીમ ખૂબ પ્રિય છે. ઇંગ્લૅન્ડની ટોચની ફુટબૉલ સ્પર્ધાઓનાં ૨૦ ટાઇટલ જીતી ચૂકેલી આ ક્લબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમમાં હાજરી હોવા છતાં હાલમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં પહેલી બન્ને મૅચની હારને કારણે ૨૦ ટીમમાં છેલ્લા સ્થાને છે. બે દિવસ પહેલાં વિશ્વના રિચેસ્ટ બિઝનેસમૅન ઇલૉન મસ્કે પોતે એમયુ ક્લબ ખરીદવાની જે ટિપ્પણી કરી હતી એ તો તેમની માત્ર મજાક હતી.

sports sports news manchester united