ખેલાડીઓની જાતીય સતામણી બદલ બ્રિટનના કોચ પર આજીવન પ્રતિબંધ

10 August, 2022 04:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુકેની ઍથ્લેટિકસ બૉડીએ કોચ સામે પુરાવા આપવા બદલ ખેલાડીઓનાં નામ જાહેર કર્યા વગર તેમની પ્રશંસા કરી હતી

ટોની મિનિશિએલો

બ્રિટનની  ટ્રૅક ઍન્ડ ફીલ્ડની સ્ટાર ખેલાડી જેસિકા એનિસ-હિલને ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ટાઇટલ જિતાડવામાં મહત્ત્વનો ફાળો આપનાર કોચ પર ગઈ કાલે ૧૫ વર્ષ સુધી ખેલાડીઓની જાતીય સતામણી કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટોની મિનિશિએલો પર મૂકવામાં આવેલા ચાર આરોપોમાં તે દોષી પુરવાર થયો હતો. તેના પર ઍથ્લેટિક્સ સાથે અનિચ્છનીય સ્પર્શ, ખોટા જાતીય સંદર્ભ, આક્રમક વર્તન અને માનસિક દુર્વ્યવહાર જેવા આરોપ મૂકવામાં આવ્યા હતા. યુકેની ઍથ્લેટિકસ બૉડીએ કોચ સામે પુરાવા આપવા બદલ ખેલાડીઓનાં નામ જાહેર કર્યા વગર તેમની પ્રશંસા કરી હતી. જેસિકા સાક્ષી તરીકે આવી હતી કે નહીં એ સ્પષ્ટ થયું નથી. 

sports news sports