બૉક્સર પૂજા રાની ક્વૉર્ટર ફાઇનલમાં

29 July, 2021 04:37 PM IST  |  Mumbai | Agency

પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલી ભારતીય મહિલા બૉક્સરે અલ્જિરિયાની ખેલાડીને ૫-૦થી હરાવી, મેડલથી હવે એક કદમ દૂર

પૂજા રાની

ટોક્યોમાં ગઈ કાલે ભારતીય મહિલાઓએ ગજવ્યો હતો અને પહેલી વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલી મહિલા બૉક્સર પૂજા રાનીએ શાનદાર જીત સાથે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પૂજાએ ગઈ કાલે પ્રી-ક્વૉર્ટરમાં ૭૫ કિલોગ્રામની કૅટેગરીમાં અલ્જિરિયાની ઇચરાક ચૈબને ૫-૦થી પછડાટ આપી હતી. આ સાથે તે આ ટોક્યો ગેમ્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશનાર બીજી ભારતીય બૉક્સર બની ગઈ હતી. આ પહેલાં લવલિના બોર્ગોહેઇન આવી કમાલ કરી ચૂકી છે.
પૂજાનો હવે મુકાબલો શનિવારે બે વખતની એશિયન ચૅમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ ગોલ્ડ મેડલિસ્ટ ચીનની લી ક્યુએન સામે થશે. 
પૂજાની ટોક્યો ઑલિમ્પિક સુધીની સફર ખૂબ મુશ્કેલ રહી છે. ખભામાં ઈજાને લીધે તેની કરિયર લગભગ ખતમ થવાને જ આરે હતી. પોલીસ ઑફિસર પિતા પણ તેને આ આક્રમક રમતમાં મોકલવા જરાય તૈયાર નહોતા. તેમના પિતાને હંમેશાં ડર લાગતો હતો કે માર લાગી જશે. 

આજે ઑલિમ્પિક્સમાં ભારત

આર્ચરી
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ ૧/૩૨ એલિમિનેશન : અતાનુ દાસ વિરુદ્ધ ડેન્ગ યુ-ચેન્ગ (ચાઇનિસ તાઇપાઇ) : સવારે ૭.૩૦ વાગ્યે
બૅડ્મિન્ટન
વિમેન્સ સિંગલ્સ : પી. વી. સિંધુ વિરુદ્ધ માય બ્લીચફેલ્ડ્ટ (ડેન્માર્ક) : સવારે ૬.૧૫ વાગ્યે
બૉક્સિંગ
પુરુષોના ૯૧ કિલોગ્રામ વર્ગમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : સતિશ વિરુદ્ધ રિકાર્ડો બ્રાઉન (જમૈકા) : સવારે ૮.૪૫ વાગ્યે
મહિલાઓના ૫૧ કિલોગ્રામ વર્ગમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : મૅરી કૉમ વિરુદ્ધ ઇનગ્રીત લોરેના વૅલેન્સિયા (કોલમ્બિયા) : બપોરે ૩.૩૫ વાગ્યે 
હૉકી
પુરુષોની પુલ-એ મૅચ : ભારત વિરુદ્ધ આર્જેન્ટિના : સવારે ૬ વાગ્યે
ગોલ્ફ
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે 
રાઉન્ડ-વન : અર્નિબન લહિરી અને ઉદયન માને : સવારે ૪ વાગ્યે
રોવિંગ
મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કિલ્સ ફાઇનલ-બી (મેડલ માટે નહીં, રૅન્કિંગ માટે) : અર્જુનલાલ જાટ અને અરવિંદ સિંહ : સવારે ૫.૨૦ વાગ્યે
ઇક્યુસ્ટિયન 
ફર્સ્ટ હોર્સ ઇન્સ્પેક્શન : ફૌઆદ 
મિર્ઝા : સવારે ૬ વાગ્યે
સેઇલિંગ 
મેન્સ સ્કિફ રેસ-૫ અને ૬ : કે. સી. ગણપથી અને વરુણ ઠક્કર : સવારે ૮.૩૫ વાગ્યે
વુમન લેસર રૅડિયલ રેસ ૭ અને ૮ : નેત્રા કુમાનન : સવારે ૮.૪૫ વાગ્યે
મેન્સ લેસર રેસ ૭ અને ૮ : વિષ્ણુ સર્વાનન : સવારે ૮.૩૫ વાગ્યે
શૂટિંગ
વુમન ૨૫ મીટર પિસ્ટલ ક્વૉલિફિકેશન પ્રિસિસન : રાહી સનોર્બાત અને મનુ ભાકર : સવારે ૫.૩૦ વાગ્યે

sports sports news