બૉક્સર દુર્યોધન નેગી કોરોના પૉઝિટિવ

30 November, 2020 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૉક્સર દુર્યોધન નેગી કોરોના પૉઝિટિવ

દુર્યોધન નેગી

સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે જણાવ્યા પ્રમાણે ભૂતપૂર્વ નૅશનલ ચૅમ્પિયન બૉક્સર દુર્યોધન નેગી કોરોનો-પૉઝિટિવ થયો છે અને સુરક્ષાના પગલે તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ૬૯ કિલોગ્રામ કૅટેગરીમાં રમતો દુર્યોધન દિવાળીના બ્રેક બાદ પટિયાલાની નૅશનલ ટ્રેઇનિંગ બેઝમાં પાછો ફર્યો હતો. કૅમ્પના છઠ્ઠા દિવસે તેની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી જે પૉઝિટિવ આવી હતી.

sports sports news boxing