કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૦૨૨માં સિલ્વર મેડલ જીતનાર બિંદ્યારાની દેવીએ બ્રૉન્ઝ જીત્યો

28 July, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મણિપુરની બિંદ્યારાની દેવીએ 58 કિલો વેઇટલિફ્ટિંગ કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતીને કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો.

બિંદ્યારાની દેવી

મણિપુરની ૨૭ વર્ષની બિંદ્યારાની દેવીએ ગઈ કાલે ૫૮ કિલો કૅટેગરીમાં ૧૯૯ કિલો વજન ઉપાડીને બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. વેઇટલિફ્ટર બિંદ્યારાની દેવીએ સ્નૅચમાં ૮૭ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૨ કિલો વજન ઉપાડ્યું હતું. ખેતી કરવાની સાથે કરિયાણા સ્ટોર ચલાવતા પિતાને ઘરે જન્મેલી બિંદ્યારાની દેવીએ ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સમાં ૫૫ કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

sports news sports commonwealth games manipur india