US Open:બિયાંકાએ રચ્યો ઈતિહાસ, સેરેનાને હરાવી પહેલું ગ્રાન્ડ સ્લેમ જીતી

08 September, 2019 02:30 PM IST  |  Mumbai

US Open:બિયાંકાએ રચ્યો ઈતિહાસ, સેરેનાને હરાવી પહેલું ગ્રાન્ડ સ્લેમ જીતી

યુએસ ઓપન 2019નું ટાઇટલ જીતનાર મહિલા ખેલાડી બિયાંકા એડ્રેસ્ક્યુ

Mumbai : વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન (US Open) 2019 માં મહિલા સિંગ્લસની ફાઇનલ મેચ રોમાંચક બની હતી. એક તરફ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાતી અમેરિકાની મહિલા ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ કે જે પોતાનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માટે કેનેડાની બિયાંકા એડ્રેસ્ક્યુ સામે મેદાન પર ઉતરી હતી. બિયાંકા પહેલીવાર કોઇ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ યુવા ખેલાડી બિયાંકાએ શાનદાર પ્રદર્શન કરતા સેરેના વિલિયમ્સને 6-3 અનમે 7-5 થી હરાવી અપસેટ સર્જયો હતો અને પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે US Open ફાઈનલમાં સેરેનાની આ સતત બીજી હાર છે. ગત વર્ષે સેરેના નાઓમી ઓસાકા સામે ફાઈનલમાં હારી હતી.

આ પણ જુઓ : જાણો કેવી છે ઈન્ડિયાની નંબર વન ટેનિસ પ્લેયરની લાઈફ જર્ની તસવીરો સાથે

ફાઇનલમાં આ રેકોર્ડ બન્યા
મહિલા યુવા ટેનિસ સ્ટાર બિયાંકા એન્ડ્રેસ્ક્યુ ગ્રાન્ડ સ્લેમ જીતનારી પહેલી કેનેડિયન છે અને આ જીત સાથે જ તે ગ્રાન્ડ સ્લેમ જીતનારી બીજી સૌથી ઓછી ઉમરની વિજેતા બની છે. સૌથી નાની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ રશિયાની મારિયા શારાપોવાના નામે છે. તે 2006માં ચેમ્પિયન બની હતી. બિયાંકાએ સેમીફાઈનલમાં સ્વિટ્ઝરલેન્ડની બેનસિચને 7-6 (7-3), 7-5થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

સેરેના વિલિયમ્મ
24મું ગ્રાન્ડ સ્લેમ જીતી ન શકી
યુએશ ઓપન 2019ની ઐતિહાસીક ફાઇનલ મેચમાં પહેલો સેટ બિયાંકાએ 6-3થી આસાનીથી જીતી લીધો હતો. ત્યાર બાદ બીજા સેટમાં સેરેનાએ ટફ ફાઈટ આપી. પરંતુ છેલ્લે બિયાંકાએ આ સેટ 7-5થી જીતી લોધો અને સેરેનાના સપનાને ચકનાચૂર કરી દીધુ. 23 વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સ એલિના સ્વિતોલિનાને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી હતી. આ પ્રકારે તે ઘરઆંગણે જ 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. જેથી કરીને મારગ્રેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરી શકે પરંતુ તે સફળ થઈ નહીં.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

આકરી મહેનત બાદ મારૂ સપનું પુરૂ થઇ ગયું
: યુએસ ઓપન જીતનાર બિયાંકા
મેચ બાદ બિયાંકાએ કહ્યું કે આ વર્ષે મારું સપનું પૂરું થઈ ગયું. હું ખુબ આભારી છું. આ પળ માટે મે ખુબ મહેનત કરી હતી. યોગ્ય લેજન્ડ સેરેના સામે રમવું ખરેખર શાનદાર રહ્યું. આ બાજુ સેરેનાએ કહ્યું કે બિયાંકાએ અવિશ્વસનીય ખેલનું પ્રદર્શન કર્યું. હું તમારા માટે ખુબ ગર્વ અને ખુશી મહેસૂસ કરી રહી છું. અહીં શાનદાર ટેનિસ જોવા મળ્યું.

tennis news sports news us open serena williams