ભવાનીદેવી તલવારબાજીના બીજા રાઉન્ડમાં હારી ગઈ

27 July, 2021 04:52 PM IST  |  Mumbai | Agency

પોતાના કોચ, સરકાર તેમ જ પરિવારનો આભાર માનતાં તેણે કહ્યું કે મેં મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા હતા, પરંતુ હું જીતી ન શકી. તમારી પ્રાર્થના દ્વારા આગામી ઑલિમ્પિક્સમાં વધુ મજબૂત રીતે વાપસી કરીશ.

ભવાનીદેવી તલવારબાજીના બીજા રાઉન્ડમાં હારી ગઈ

તલવારબાજીની રમતમાં પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સી. એ. ભવાનીદેવી બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. તેને વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી ફ્રાન્સની મેનન બ્રુનેટે હરાવી હતી. ૨૭ વર્ષની ભવાનીદેવીએ ટ્યુનિશિયાના નાદિયા બેન અઝીઝીને ૧૫-૩થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી. બીજા રાઉન્ડમાં તેનો સામનો રિયો ગેમ્સમાં સેમી ફાઇનલમાં પહોંચનાર બ્રુનેટ સાથે થયો હતો, જેમાં ભવાની ૭-૧૫થી હારી ગઈ હતી. પોતાના કોચ, સરકાર તેમ જ પરિવારનો આભાર માનતાં તેણે કહ્યું કે મેં મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા હતા, પરંતુ હું જીતી ન શકી. તમારી પ્રાર્થના દ્વારા આગામી ઑલિમ્પિક્સમાં વધુ મજબૂત રીતે વાપસી કરીશ. બ્રુનેટ સામે મેં ઘણી ભૂલો કરી હતી. તે ઘણી ચપળ હતી. મને ખુશી છે કે ભારતીયોએ પહેલી વખત તલવારબાજીની રમત જોઈ.’

sports news sports